સુરત: ચાલુ ક્લાસમાં બેઠા-બેઠા જ 13 વર્ષની વિદ્યાર્થીનીનું નીપજ્યું કરુણ મોત, જુઓ લાઇવ વિડિયો

ગુજરાત

ગુજરાત રાજ્યમાં આજકાલ હાર્ટ એટેક આવવાથી મૃત્યુની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આવી જ બીજી ઘટનાનો વીડિયો સામે આવી રહ્યો છે.

સુરતના ગોદાદરામાં આવેલ ગીતાંજલિ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિદ્ધિ મેવાડા નામની પુત્રીનું ચાલુ ક્લાસે હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિદ્ધિ બેન્ચ પર બેઠી છે. ત્યારે અચાનક બેઠા બેઠા જ ઢળી પડી હતી.

આ ઘટના બાદ પુત્રીને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા પુત્રીનું મોત નીપજ્યું હતું. મૃતક પુત્રી માત્ર 13 વર્ષની હતી. 13 વર્ષની પુત્રીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સ્વજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે શિક્ષક વર્ગખંડમાં તમામ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ દરમિયાન, પ્રથમ બેંચ પર બેઠેલી વિદ્યાર્થી અચાનક ઢળી પડી હતો.

આ ઘટના બનતા જ શિક્ષક સહિત વર્ગમાં હાજર તમામ વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા ગોડાદરા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, રિદ્ધિનું મોત હાર્ટ એટેકના કારણે જ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *