હાલમાં સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 8 વર્ષના બાળકને કંરટ લગતા મોત નીપજ્યું છે. બાળકના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, રવિવારની રજા હોવાના કારણે પિતાએ ફરવા જવા માટે ફોન કર્યો હતો. ત્યારબાદ બાળક તૈયાર થવા માટે કહ્યું હતું. હાથ પગ ધોવા માટે બાળકે ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા જ તેણે કરંટ લાગ્યો હતો.
જાણવા મળ્યું છે કે, બાથરુમમાં મુકવામાં આવેલ હીટરને અડી જતા બાળકને જોરદાર કંરટ લાગ્યો હતો. બાળકને કરંટ આવતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. માસૂમ બાળકનું આ રીતે અચાનક મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી મુજબ, સુરતના સગરામપૂરા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે મોહમ્મદ આસિફ શેખ તેના પરિવાર સાથે રહે છે.
મૃતક મોહમ્મદ આસિફ શેખના પિતા આસિફભાઈ લગ્ન પ્રસંગે ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમનો 8 વર્ષનો પુત્ર આકીબ શેખ સગરામપુરામાં એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે માતા ઘરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બાળકે રવિવારની રજા હોવાથી પિતાને ફોન કરીને તેને ફરવા લઈ જવા કહ્યું એટલે પપ્પાએ તૈયાર થવા કહ્યું, પછી એક-બે વાર પપ્પાને વાત કરી. જોકે, તેના થોડા સમય પછી તેમને ફોન પર જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્ર આકિબનું વીજ કરંટથી મૃત્યુ થયું છે.
અહેવાલો અનુસાર, આકિબે તેના પિતાને ફરવા જવાનું કહીને તૈયાર થવા લાગ્યો. બાથરૂમમાં હીટર દ્વારા પાણી ગરમ કરવામાં આવી રહ્યું હતું. હીટર પર રાખેલી ગરમ પાણીની ડોલમાં હાથ નાખતાં જ આકિબને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો. જેથી ત્યાં તેણે જીવ ગુમાવ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. હાલ પોલીસ દ્વારા નિવેદન નોંધી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.