દેશ અને દુનિયામાં રોજબરોજ અનેક ઘટનાઓ બને છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે કે, લોકો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે. તમે ઇન્ટરનેટ પર ઘણા વિલક્ષણ અને હૃદયદ્રાવક વીડિયો જોતાં હશો. ત્યારે ફરી એકવાર આવો ખોફનાક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. આ વીડિયોમાં બે બાળકો જીવલેણ રમત રમતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક બહુમાળી ઈમારત પર બે બાળકો ઉભા છે અને આ બાળકો આ ઈમારતની રેલિંગ પર ઉભા છે. એક બાળકે પીળા કલરનો શર્ટ અને બીજાએ બ્રાઉન કલરનો શર્ટ પહેર્યો છે. આ બે બાળકો બે અલગ અલગ બિલ્ડીંગ પર ઉભા છે.
કારણ કે, બે ઈમારતો વચ્ચે માંડ એકથી દોઢ ફૂટનું અંતર છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, બ્રાઉન શર્ટ પહેરેલો એક છોકરો એક ઈમારત પરથી બીજી ઈમારત પર કૂદવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત હિંમત કર્યા બાદ બીજી બાલ્કનીમાં કૂદવામાં સફળ થાય છે.
Kid’s learning parkour pic.twitter.com/X7eoqA1SMl
— CCTV IDIOTS (@cctvidiots) August 15, 2023
વીડિયો જોઈને એવું લાગે છે કે, એક મોટો છોકરો તેના નાના ભાઈને એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીમાં કૂદવાની તાલીમ આપી રહ્યો છે. મોટા ભાઈને જોઈને નાનો ભાઈ પણ બીજી ઈમારત પર કૂદવા માટે આગળ વધે છે. જોકે, તે આવું કરવાની હિંમત કરી શક્યો નહીં. પછી મોટો ભાઈ ફરીથી તેને બીજી બિલ્ડિંગ પર કૂદકો મારીને બતાવે છે. તે ત્રણ વખત આવું કરે છે.
આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ શોક રહી ગયા છે. એક યુઝરે લખ્યું, ‘માતા-પિતા ક્યાં છે?’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘આ બાળકોના માતા-પિતા તેમને આવું કેમ કરવા દે છે?’ અન્ય એક યુઝરે કહ્યું, ‘કેટલીકવાર બાળકો જોખમનું મૂલ્યાંકન કરી શકતા નથી. આ બંને બાળકો નસીબદાર હતા કે તેમનો વીડિયો બનાવનાર વ્યક્તિએ તરત જ સિક્યુરિટીને ફોન કર્યો હતો.