આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણને ઘણી વાર હસાવું આવે છે. ઘણા એવા વિડીયો છે જે જોઈને આપણે ચોંકી પણ જઈએ છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો એવા પણ જોવા મળે છે જે લોકોનો કંટાળો દૂર કરે છે.
હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુવતી સ્કૂટર પરથી પોતાનું સંતુલન ગુમાવે છે. જેના કારણે તે પડી જાય છે. બાદમાં એક વ્યક્તિ તેની મદદ કરવા માટે આવે છે પરંતુ તે તેને વધુ મુશ્કેલીમાં મૂકે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીઓ સ્કૂટર પર ક્યાંક જઈ રહી છે.
યુવતી કંઈક જુએ છે અને તે સ્કૂટર રોકવા માટે બ્રેક લગાવે છે. પરંતુ, સ્કૂટરને બ્રેક લાગતી નથી અને અચાનક તે પોતાનું સંતુલન ગુમાવે છે અને સ્કૂટર નીચે પડી જાય છે. આ જોયા બાદ તરત એક વ્યક્તિ તેમની મદદ કરવા માટે આવે છે. તે સ્કૂટરનું હેન્ડલ પકડીને ઉપાડે છે પરંતુ સ્કૂટર અચાનક ભાગવા માંડે છે.
Offer assistance to accident victims in a thoughtful and resourceful manner🧐
— Wow Videos (@ViralXfun) October 3, 2023
સ્કૂટર ભાગવાને કારણે તે વ્યક્તિ સ્કૂટર સાથે નદીમાં પડી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે વ્યક્તિએ સ્કૂટરને ઉપાડતા પહેલા બંધ કર્યું ન હતું. 23 સેકન્ડના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ અને શેર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર @ViralXfun નામના પેજ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમજી વિચારીને સહાય પૂરી પાડો. આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી નથી પરંતુ અત્યાર સુધીમાં આ વીડિયોને 1.2 મિલિયન લોકો જોઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.