ઉર્ફી જાવેદ કેવો ડ્રેસ બનાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, તે ચોક્કસ કહી શકાય કે તે બધું બનાવે છે અને પહેરે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. હાલમાં જ ઉર્ફી જાવેદે બુટ કાપીને એવો ખતરનાક ડ્રેસ બનાવ્યો છે કે તેમાં શરીર છુપાયેલું નથી રહેતું. ઉર્ફીના આ નવા લુકએ ચાહકોના હોશ ઉડાવી દીધા છે.
સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદના નવા લૂકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી કેમેરાની સામે જૂતાથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. વીડિયોમાં તમે જોશો કે ઉર્ફીના હાથમાં શૂઝ છે અને તેણે એવો ડ્રેસ બનાવ્યો છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
આ વિડિયોમાં ઉર્ફી જાવેદે શૂઝ કટ કર્યા છે અને એવો ડ્રેસ પહેર્યો છે કે તેનો લુક લાઈમલાઈટમાં આવી ગયો છે. અભિનેત્રીએ આ શૂઝને કાપીને ઓફ શોલ્ડર વનપીસ બનાવ્યુ છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદે ચોક્કસપણે આ ડ્રેસ પહેર્યો છે પરંતુ તેનું શરીર ચારે બાજુથી ખુલ્લું છે. ખાસ વાત એ છે કે, આ ડ્રેસ પહેરીને ઉર્ફી કેમેરાની સામે ઘૂમી રહી છે અને ફેન્સને પોતાનો લુક બતાવી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘કોઈ જુતે સે ના મારે ઉર્ફી કો.’
તેના લુકની ચર્ચા દરેક જગ્યાએ છે. ઘણી વખત એક્ટ્રેસ એવો ડ્રેસ પહેરીને સામે આવે છે કે, લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. જોકે, ક્યારેક તે તેના ડ્રેસને કારણે ટ્રોલ પણ થાય છે.