OMG આ શું? સુરતમાં BRTS બસમાં મહિલાઓ વાળ ખેંચી-ખેંચીને એકબીજા સાથે બાખડી પડી

ગુજરાત

સુરતની BRTS બસની અંદર મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બસની અંદર મહિલાઓને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, BRTS બસમાં પગ મૂકવાની જગ્યા નથી અને મહિલાઓ ઘમસાણ પર ઊતરી આવી છે. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી અને એકબીજાને ગાળો આપતી જોવા મળે છે.

સુરત રેલવે સ્ટેશનથી સરદાર માર્કેટ રૂટ પર જતી BRTS બસમાં મહિલાઓએ લડાઈ શરૂ કરી હતી. અચાનક બસની અંદર મહિલાઓના બે જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો.

એક તરફ સુરતની BRTS બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી મહિલાઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારપીટનો આ વીડિયો બસમાં બેઠેલા એક વ્યક્તિએ વાયરલ કર્યો હતો. મહિલાને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાઓ વચ્ચેની લડાઈમાં જાણવા મળ્યું છે કે, BRTS બસમાં ચડતી વખતે બે મહિલાઓ વચ્ચે જગ્યાને લઈને મારામારી થઈ હતી. આ પછી ઉગ્ર બોલાચાલી થઈ જે લડાઈ સુધી પહોંચી ગઈ. બંને મહિલાનાં જૂથ બસમાં ચડ્યાં પછી આમને સામને થઈ ગયાં હતાં. બસની અંદર મહિલાઓના બંને જૂથોએ મારપીટ શરૂ કરી હતી. તેઓ એકબીજાના વાળ ખેંચીને લડવા લાગ્યા. જોકે, બસમાં હાજર અન્ય મુસાફરોએ મહિલાઓને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *