અક્ષય કુમારે શનિવારે તેના 56માં જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘વેલકમ 3’ની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપવામાં આવી હતી. આ વીડિયોમાં ફિલ્મની સ્ટાર કાસ્ટના મુખ્ય 25 કલાકારો જોવા મળે છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર 20 ડિસેમ્બરે રિલીઝ થશે.
સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાતનો વીડિયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘આજે મને અને તમને બધાને જન્મદિવસની ભેટ આપી. જો તમને તે ગમ્યું હોય અને થેન્ક યુ કહેશો, તો હું વેલકમ (3) કહીશ #WelcomeToTheJungle’ બે દિવસમાં અક્ષયની આ બીજી ફિલ્મની જાહેરાત થઈ છે. અગાઉ 7 સપ્ટેમ્બરે તેમના દ્વારા ‘મિશન રાનીગંજ’ની જાહેરાત કરવામાં આવી હતી.
અક્ષય કુમાર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, મીકા સિંહ, રાહુલ દેવ, મુકેશ ઋષિ, શારીબ હાશ્મી, ઈનામુલ હક ઝાકિર હુસૈન, યશપાલ શર્મા, રવિના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની અને વૃહી કોડવારા જેવા કલાકારો જોવા મળશે.
View this post on Instagram
ફિલ્મના પ્રમોશનલ વિડીયોમાં તમામ કલાકારો હથિયારો સાથે જંગલમાં ઉભા છે અને કોરસમાં ગીતો ગાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની વચ્ચે ઝઘડો કરે છે. દરેક જણ કોઈને કોઈ વાત પર એકબીજાની મજાક ઉડાવી રહ્યા છે. અંતે દિશા પટણી એક ગ્રેનેડ ખોલે છે અને તે વિસ્ફોટ થાય છે.
આ પહેલા ‘વેલકમ’ સિરીઝની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મોમાં 2007માં આવેલી ‘વેલકમ’ અને 2015ની ‘વેલકમ બેક’નો સમાવેશ થાય છે. બંને ફિલ્મો અનીસ બઝમી દ્વારા નિર્દેશિત અને ફિરોઝ નડિયાદવાલાએ નિર્મિત કરવામાં આવી હતી. હવે ‘વેલકમ 3’નું નિર્દેશન ‘બાગી 2’ અને ‘બાગી 3’ ફેમ ડિરેક્ટર અહેમદ ખાન કરશે. આ કહાની ફરહાદ સામજી દ્વારા લખવામાં આવી છે.