સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઘણી અકસ્માતની ઘટનાઓમાં અન્ય લોકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોનું મોત થતું હોય છે. ત્યારે હાલમાં અકસ્માતનો આવો જ એક બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક બેકાબુ કારચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કાર ચાલક દ્વારા બાઈકને જોરદાર ટક્કર લગાવવામાં આવી હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક પર સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જે કારણોસર તેનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં હતી. જાણવા મળ્યું છે કે, આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ કૃષ્ણકુમાર હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ બિહારમાં બની હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, મંગળવારના રોજ કૃષ્ણ બપોરના સમયે પોતાની બહેનને મળવા ગયો હતો. બાદમાં બુધવારના રોજ તે પોતાની બહેનના ઘરેથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક બેકાબૂ કારે તેની બાઇકને અડફેટે લીધી હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બનતા જ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
બાદમાં તેઓ દીકરાના મૃતદેહને લઈને ગામ આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલો યુવક બે ભાઈઓ અને બે બહેનોમાં બીજા નંબરનો હતો. આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.