સમગ્ર ગુજરાતમાં મા ખોડીયાર ના અનેક તીર્થસ્થાનો આવેલા છે. આ તમામ મંદિરોમાં મા ના ભક્તો દેશ-વિદેશથી દર્શન કરવા માટે પધારે છે માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અનેક મંદિરોમાં માતાજીના પરચાઓની વાત જગવિખ્યાત થયેલી છે આજે એક એવા જ મંદિર વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આજે પણ માતાજી હાજરાહજૂર બિરાજમાન છે અને દરેક ભક્તોના દુઃખ દર્દ ને દૂર કરે છે. આ મંદિરમાં વર્ષો જૂના હાથ પગ સાંધાના દુખાવા સંતાન પ્રાપ્તિ તથા બાળક બોલતું ન હોય તેવી તમામ તકલીફો દૂર થાય છે. આ મંદિરની માન્યતા અનુસાર લાકડાના બનાવેલા હાથ પગ જીભ નું પૂતળું બનાવી ચડાવવાની માનતા થી બધી સમસ્યાનું નિવારણ થાય છે.
અત્યાર સુધી લાખો માં ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે. વર્ષો જૂના હાથ પગ અને સ્નાયુના દુખાવામાંથી છુટકારો મળ્યો છે. માતાજી પર સાચી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રાખવાથી આપની તમામ ઈચ્છા અહીં પૂર્ણ થાય છે. આપણે ઘણીવાર સાંભળ્યો છે કે જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાન તેમનો દરવાજો ખોલી આપે છે બસ તેમના પર સાચા હૃદયથી વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ તો આજે પણ માતાજી દરેક ભક્ત ના કામ કરવા માટે હાજરાહજૂર સાથે રહે છે તેમને ક્યારેય પણ નિરાશ થવા દેતા નથી.
જ્યારે જ્યારે જીવનમાં દવા કામમાં ન આવે ત્યારે દુઆ કામમાં આવે છે. હવે આપને પ્રશ્ન થશે કે આ મંદિર ખરેખર કઈ જગ્યાએ આવેલું છે તો ચાલો આપને જણાવીએ જેથી કરી આપના સગા સંબંધીઓમાં પણ કોઈ આ સમસ્યાથી પીડાતું હોય તો તેનું નિરાકરણ મળી શકે.આ મંદિર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ ભાડલા ગામમાં આવેલું છે.આ મંદિર નો ઇતિહાસ અને વારસો ખૂબ જ જૂનો છે. આ મંદિર વિરડા વાળી ખોડીયાર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં માતાજીના અનેક પરચાની વાતો પણ રહેલી છે.
View this post on Instagram
મંદિરના પુજારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે જ્યારે ખોડીયાર માતાજીને ખોડ આવતા ત્યારે તેમણે આ જગ્યા પર વિસામો ખાધો હતો. આ મંદિર ખૂબ જ જૂનું છે તેની સાથે દરેક ભક્તો માતાજી પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રાખી અહીં આવે છે અને માનતા રાખે છે માતાજી તમામ લોકોની મનોકામના પૂર્ણ કરી તેમના દુઃખ દર્દમાંથી હંમેશા માટે છુટકારો આપે છે માતાજીની અસીમ કૃપા તમામ ભક્તો પર હંમેશા માટે રહેલી છે. અહીં લોકોના હાથ પગ અને સ્નાયુના દુખાવા દૂર થાય છે ની સંતાન મહિલાઓને સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ બાળક જો બોલતું ન હોય તો અહીંયા માનતા રાખવાથી બાળક બોલવા લાગે છે.
આપ પણ એકવાર જરૂરથી આ માતાજીના ધામમાં જરૂરથી દર્શન કરવા માટે જજો માતાજી આપની પણ તમામ મનોકામના પૂર્ણ કરશે. આ દુનિયામાં મા કરતા વિશિષ્ટ આપણું દુઃખ કોઈ સમજી શકતું નથી માટે જીવનમાં જ્યારે પણ મુંજાવ ત્યારે આ ધામમાં આવી માતાજીને એકવાર અરજ કરજો તમારા કામ જરૂરથી પૂર્ણ થશે. મા પોતાના દીકરાને ખૂબ જ વહાલ કરે છે. આ માટે જ કહેવાય છે કે મા તે મા બીજા બધા વગડાના વા ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર. ખરેખર આ દુનિયામાં માંથી મોટું બીજું કોઈ નથી. મા દીકરાને જન્મ આપી સમગ્ર દુનિયા બતાવે છે આથી માની તોલે બીજું કોઈ આવી શકતું નથી.