આપણી સામે ઘણીવાર પ્રે મના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ અથવા તો આપણને ખૂબ જ નવાઈ લાગે છે આવી જ એક ઘટના મહારાષ્ટ્રના યુવક સાથે બની હતી કે જેને ચીનની એક યુવતી સાથે લગ્ન કરીને એક અનોખા પ્રેમ સંબંધમાં બંધાયા હતા. ચીન ના યોગા સેન્ટરમાં ટ્રેનર ના આસિસ્ટન્ટ તરીકે કામ કરતી શાનયાન ચાંગ મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડે ના પ્રેમમાં પડી હતી ત્યારબાદ તેમણે હિન્દુ રીત રિવાજ અનુસાર મહારાષ્ટ્રમાં એક અનોખા લગ્ન કરી બંને પવિત્ર સંસારમાં જોડાયા હતા.
આ પ્રેમ પ્રકરણની શરૂઆત કોરોનાકાળ દરમિયાન થઈ હતી કે જ્યારે મહારાષ્ટ્રનો યુવક ચીનમાં નોકરી ની શોધ માટે ગયો હતો ત્યારે તેની મુલાકાત યોગ સેન્ટરમાં કામ કરતી યુવતી સાથે થઈ હતી. આ બંનેને એકબીજા સાથે મિત્રતા થઈ હતી આ મિત્રતાની શરૂઆત 2017 માં થઈ હતી. ત્યારબાદ ચીનની આ યુવતીએ મહારાષ્ટ્રના યુવકનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું તથા બંને લોકો સાથે રહેતા હતા.
તેથી જ મહારાષ્ટ્રના યુવકને તેનો સ્વભાવ તથા તેની સમજણ શક્તિ ખૂબ જ પસંદ આવી હતી. તેથી જ બંને લોકો એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ ચીનના રિવાજ અનુસાર બંને એ ચીનમાં જ રજીસ્ટર લગ્ન કરી લીધા હતા. આ લગ્ન લગભગ માત્ર 15 મિનિટમાં જ થઈ ગયા હતા પરંતુ જ્યારે આ યુવક અને યુવતીએ ભારતમાં આવીને મહારાષ્ટ્રમાં પાંચથી છ દિવસના લાંબા સમયગાળાના લગ્ન જોયા ત્યારે યુવતીને ખૂબ જ નવાઈ લાગી હતી.
અહીં થતા હલ્દી રસમ તથા અન્ય રસમો જોઈને તે ખૂબ જ પ્રભાવિત થઈ હતું તેમના પરિવારજનો પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. યુવકના પરિવારના સભ્યો જણાવે છે કે જ્યારે તેણે ચીનની યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અમને ખૂબ જ નવાઈ લાગી હતી કે તેને અહીંનું વાતાવરણ માફક આવશે કે નહીં અહીંના લોકો તેને કહેવા લાગશે.
આવા અનેક પ્રશ્નો અમને મૂંઝવતા હતા પરંતુ હવે તે એક ભારતીય તરીકે અમારી સાથે રહે છે અમારી સંસ્કૃતિને અપનાવી છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે મહારાષ્ટ્રમાં આ યુવક અહમદનગર પંથકમાં રહેતો હતો તે ઘણાં સમય સુધી મહારાષ્ટ્રમાં લગ્ન બાદ રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાનો જીવન સંસાર આગળ વધારવા માટે ચીન જવા રવાના થયા હતા. પરંતુ આ અનોખા લગ્ન સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં અનેક લોકો કમેન્ટ્સ કરીને પોતાનો અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા હતા.