યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો નવો હેર સ્ટાઈલ લુક આવ્યો સામે, પોતાના અંદાજથી લોકોને કર્યા ફિદા – જુઓ તસવીરો

વાઇરલ

ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓની ખૂબસૂરત પત્નીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે જેમાં હાલમાં જ ભારતની ટીમના સર્વશ્રેષ્ઠ બોલર યજવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ શેર કરતી રહે છે. આપને જણાવી દઈએ કે ધનશ્રી નો સમાવેશ ખુબસુરત હસીનામાં થાય છે. તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.ધનશ્રી હંમેશા પોતાની તસ્વીરોથી લોકોને પોતાની અદા પર ફિદા કરે છે.યુજવેન્દ્ર ચહલની જેમ જ તેમની પત્ની ધનશ્રીના પણ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે આપને જાણીને નવાઈ લાગશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધનશ્રીના છ મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ રહેલા છે.ધનશ્રી ફરી એકવાર પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં આવી છે.

હાલમાં જ તેને વાયરલ કરેલી તસવીરો લોકોએ જોતાની સાથે જ તેમના પર દિલ હારી બેઠા હતા.ધનશ્રી કોરિયોગ્રાફર ક્ષેત્રમાં જોડાયેલી હોવાથી તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એ મોટેભાગે પોતાના ડાન્સના વિડીયો શેર કરતી હોય છે. એમણે અત્યાર સુધી અનેક રિયાલિટી શોમાં પણ ભાગ લઈ લીધો છે. એ માત્ર પોતાની સુંદરતાને કારણે નહીં પરંતુ ધમાકેદાર ડાન્સને કારણે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. થોડા સમય પહેલા જ ઝલક દિખલાજા રિયાલિટી શોમાં તેને ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

પરંતુ ધનશ્રી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી. આજે ધનશ્રી પોતાના ડાન્સને કારણે લોકોની વચ્ચે લોકપ્રિય બની છે. સોશિયલ મીડિયામાં પણ તેનો ડાન્સ જોવાનું સૌથી વધારે લોકો પસંદ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ તે વાયરલ થયેલા ટ્રેન્ડમાં પણ ડાન્સ કરવાનું ક્યારેય ચૂકતી નથી આ અંદાજ જ લોકોને દીવાના બનાવે છે. હાલમાં ધનશ્રીએ વાયરલ કરેલી તસવીરોમાં તેની હેર સ્ટાઇલ જોવા મળી હતી.

ધનશ્રી એ સ્ટ્રેટ સર્વલ હેર ના નવા લુક સાથે પોતાની તસવીરો શેર કરી છે. બીજી અન્ય તસવીરોમાં તે પોતાના હેરને ફલન્ટ કરતી જોવા મળી હતી જ્યારે બીજા ઘણા બધા વાયરલ થયેલા વીડિયોમાં તેનો મસ્તીભર્યો અંદાજ પણ જોવા મળ્યો હતો. આ વખતે તે કોઈ ડાન્સને કારણે નહીં પરંતુ પોતાની હેર સ્ટાઈલને કારણે લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ તસ્વીરોમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે નાઈસ હેર,બ્યુટીફૂલ આવી અલગ અલગ કોમેન્ટ લોકો તરફથી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *