ગુજરાત ની માનસી પારેખ અભિનય, ફિલ્મ નિર્માતા,અને સંગીત ક્ષેત્રે સફળતા ના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે.માનસી પારેખે આજે માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ સંગીતની દુનિયામાં પણ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.તેણે ઘણી ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષ 2008 થી તેમના કરિયરની શરૂઆત થઈ હતી અને આજ દિન સુધી તમામ ગુજરાતવાસીઓને અનેક ક્ષેત્રમાં સફળ થઈ ગર્વ અપાવ્યું છે.
માનસી એ વર્ષ 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ત્યારથી આ જોડીએ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે બંને લોકો અવારનવાર પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઇક અને કોમેન્ટ જોવા મળે છે. માનસી એ હાલ માં જ પોતાના સમગ્ર પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાની વિદેશ ધરતીમાં પોતાના વેકેશન નો સમય પસાર કર્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે માનસી પારેખ ઓસ્ટ્રેલિયાની ખૂબસૂરત જગ્યામાં બ્લેક વન પીસ માં ખુબ જ સુંદર લાગી રહી છે આ નજારા વચ્ચે તેમને આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું જેને ચાહકોના દિલ જીતી લીધા છે જ્યારે અન્ય તસવીરોમાં તેને ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ ફૂડની મજા માણી હતી આ સાથે તેને પોતાના સાથી મિત્રો સાથે સમય વિતાવ્યો હતો. આબાદ તેણે ઓસ્ટ્રેલિયામાં આવેલા પુરાતન સંસ્કૃતિના ચિત્રો વિષય નજીકથી માહિતી પ્રાપ્ત કરી હતી. આપને જણાવી દઈએ કે માનસી પારેખને અવનવી સંસ્કૃતિ અને તેમના વારસા વિશે જાણવાનો ખૂબ જ શોખ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માનસી પારેખ માટે ખૂબ જ યાદગાર બની ગયો હતો.
આ તમામ તસવીરો ચાહકોએ જોતાની સાથે જ મન ભરીને લાઈક અને કોમેન્ટ કરી હતી તમામ લોકોએ કોમેન્ટ ના માધ્યમથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે શુભકામના પાઠવી હતી. આ સાથે જ તમામ ચાહકોએ માનસી પારેખના ખૂબ જ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે માનસી પારેખ આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આ કારણથી જ આજે તે સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે માનસી પારેખ પોતાની છેલ્લી ફિલ્મ ઝમકુડીમાં મુખ્યપાત્ર તરીકે જોવા મળી હતી આ ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધૂમ મચાવી હતી તથા ખૂબ જ ઓછા સમયમાં બોક્સ ઓફિસમાં કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું.